આજે હુ શાકભાજી લેવા ગયો, ત્યાં શાકભાજીની લારીમાંથી કંઇક અવાજ આવતો હોય તેવુ લાગ્યુ.
મેં કાન દઇને સાંભળવા પ્રયત્ન કર્યો. અવાજની દિશામાં ગયો તો જોરથી અવાજ આવ્યો ભાઇ દૂર જ રહે, દૂરથી જ મને સાઁભળ.
મેં કહ્યુ, “પણ તુ કોણ છે?”
“હુ કોરોના” એણે કહ્યુ.
હુ આગળ જવાને બદલ બે ડગલા પાછો ખસી ગયો અને માસ્ક બરાબર કરી લીધુ….
“અરે ડર નહીં” કોરોના બોલ્યો.
“શુ ડર નહીં? એ તો(કોરોના) તને થાય તો ખબર પડે?” મેં ખૂબ જ ગભરાતા સ્વરે કહ્યુ.
“હુ જ કોરોના છુ અને મને થોડીના કોરોના થાય” એણે મારી મજાક ઉડાવતા કહ્યુ.
“તે જે હોય તે અમારા મોદીજીએ કહ્યુ છે કે બે ગજનુ અંતર રાખવાનુ એટલે હુ તારાથી બે ગજ જેટલો દૂર જ રહીશ તારે જે કહેવુ હોય તે દૂરથી જ કહે.” મેં થોડી હિંમત એકઠી કરીને કહ્યુ.
“મારી વાત કોઇ સાંભળતુ નથી, તારી પાસે સમય હોય તો થોડી વાર મારી વાત સાંભળ, મારી વ્યથાને તુ જ સમજી શકે તેવુ લાગે છે.” કોરોનાએ રડમશ અવાજે કહ્યુ.
“તુ રડવા જેવો થઇ ગયો પણ અહી તને જોઇને અમારો જીવ ફાટી પડે છે” મેં મારો ગભરાટ દબાવ્યા વગર જ કહ્યુ.
“ભાઇ સાંભળી લે ને મારી વ્યથા મારુ મન હળવુ થશે” કોરોનાએ કહ્યુ.
“ભાઇ મને કોઇ શોખ નથી તારી ઝપેટમાં આવવાનો આતો શાકભાજી ખૂટ્યુ હતુ એટલે આવ્યો પણ હવે તારા દર્શન થઇ ગયો એટલે રામ રામ… હવે પછી તો શાકભાજી પણ નહી લેવા આવુ. દાળ રોટલો ખાઇ લઇશ પણ બહાર નહીં આવુ.” મેં તેનાથી થોડા વધુ દૂર જઇને કહ્યુ. અને હાથમાં સેનિટાઇઝર લઇને હાથને બરોબર મશળી નાખ્યા….
“એ ભાઇ સેનિટાઇઝર દૂર રાખજે…” સેનિટાઇઝરની બોટલ જોતા જ કોરોનાએ ગભરાઇને કહ્યુ.
એને ગભરાતા જોઇને મારી હિંમત વધી
હુ થોડો આગળ વધ્યો અને સેનિટાઇઝરની બોટલ ખોલીને તેની ઉપર નાખવાની તૈયારી કરવા લાગ્યો..
“અરે ભાઇ મેં તારુ શુ બગાડ્યુ છે? શા માટે મને મારવા આવે છે? અને તેમ છતાં તારે મને મારવો જ હોય તો થોડી મારી વાત સાંભળીને પછી મારી નાખજે. મારા આત્માને શાંતિ થશે.” મોતને સામે ભાળીને ચોધાર આંશુએ રડતા રડતા કોરોના બોલ્યો….
“બોલ જલ્દી બોલ. મારે જવુ છે અને હા હુ તને માર્યા વગર તો નથી જ જવાનો. તે અમારા દેશની જ નહી પણ દુનિયાની પત્તર રગડી નાખી છે તને હુ જીવતો નહીં મુકુ. મેં સેનિટાઇઝર રેડવાની તૈયાર સાથે બોલ્ય.. પણ કહે છે ને મરનારની આખરી ઇચ્છા પુરી કરવી જોઇએ એ નાતે તારી આખરી ઇચ્છા સ્વરુપે તને બેં મિનિટ બોલવા માટે આપુ છું તારે જે કહવુ હોય તે કહી દે.” મેં કોરોનાને મારવાની પૂરી તૈયારી સાથે કહ્યુ.
“તો સાંભળ…. ” કોરોનાએ કહ્યુ.
મેં સેનિટાઇઝર ફરી હાથમાં લગાવ્યુ માસ્ક સરખુ કહ્યુ. ગ્લોઝ સરખા કર્યા અને બોટલનુ ઢાંકણું ખુલ્લુ રાખ્યુ જેથી તેની કોઇ હીલચાલ થાય તો કાબુમાં લઇ શકાય…
એણે બોલવાનુ ચાલુ કર્યુ મેં સાંભળવાનુ…
તમે લોકો કદાચ નહીં જાણતા હોય પણ અમારુ અસ્તિત્વ તારા પહેલાનુ છે અને તમારા પછી પણ રહેવાનુ છે પણ અમો શાંતિથી રહેતા હતાં. પશુ પક્ષીઓની સાથે અમો તેમને કોઇ નુકસાન નહોતા કરતા અને એ અમને નહોતા નડતા પરસ્પર સ્વવલંબન અને પરાવલંબનથી અમો રહેતા હતાં. પણ તુ જાણે છે તેમ માણસ જાત અળવિતરી છે. અમો બધા કુદરત સાથે અને કુદરતી રીતે જીવનારા છીએ અને તમારી માણસ જાત જ એવી જે કે જે કુદરતનો અનાદર કરીને જીવે છે. અને આ વાતનુ અમો અન્યો સજીવોને તમારી સામેં ખૂબ મોટી ફરીયાદ છે. તમારી ફરીયાદ અમારા સુધી આવી છે સાંભળો તમારી ફરીયાદોનુ લીસ્ટ….
તમે જંગલમાં રહેતા સજીવોના જંગલ છીનવી લીધા, તમારા મોજશોખ પુરા કરવા સજીવોની કેટલીય પ્રજાતીઓ નાશ કરી નાખી. કુદરતી વાતાવરણને અવગણીને તમે વાતાવરણને કાબુમાં લેવા વિવિધ યંત્રોનો આવિસ્કાર કર્યો. અને વાતાવરણને વધુ દુષિત કર્યુ. માણસ સિવાયનો પૃથ્વી પરનો સજીવ મુસાફરી કરવા પોતાની જાત અથવા કુદરતી પરિબળનો ઉપયોગ કરે છે. અને તમે વાહનોની શોધ કરીને પૃથ્વી પોતાની જાંગીર હોય તેમ ઉપયોગ કરીને પૃથ્વીના પેટાળ પોલા કરી નાખ્યા. નદીઓને અને કુદરતી પાણીના શ્રોતને પણ તમારી સામે ફરીયાદ છે કે એમનુ ખળખળ વહેતુ નિર્ણળ પાણીને દૂષિત અને બંધો બાંધીને બંધીયાર કરી નાખ્યુ. આટલા વિશાળ સમુદ્રમાં દૂર દૂર અને પેટાળમાં ખૂબ જ અંદર રહેતા સજીવોને પણ તમે બક્ષ્યા નથી. જમીન અને પાણીમાં રહેતા વિશાળમાં વિશાળ પ્રાણીઓને પણ તમે મારી નાખો છો… તમને કોઇની બીક જ રહી નથી. તમે જોઇ શકો તેવા કોઇ પ્રાણી કે અન્ય કોઇ સજીવથી તમો ડરતા નથી. એટલે સમગ્ર માણસ જાતને તેમની ઓકાત બતાવવા માટે અમારે સક્રિય થવુ પડ્યુ છે. તમે કદાચ સમય જશે એટલે અમારો મુકાબલો પણ કરી શકશો પણ અમે એકલા નથી અમારી જેવા તો અનેક સજીવો છે કે જે તમારા ધ્યાન બહાર છે… અમો મરી જઇશુ તે તેઓ આવશે પણ હવે અમોએ નક્કિ જ કર્યુ છે કે માણસને હવે તેમની ઓકાતમાં જ રાખવા. જો તમે સુધીરી જાવ તો સારી વાત છે… બાકી હવે પછી એક નહીં કેટલાય કોરોના જેવા વાઇરસ #virus અને બીજા સુક્ષ્મ જીવો તમારી સામે બદલો લેવા તૈયાર બેઠા છે. અને સમય આવશે એ એમનુ પ્રકોપ દેખાડશે. તમે શાંતિથી જીવો અને બાકીના સજીવોને પણ શાંતીથી જીવવા દો એ જ સંદેશો આપવા માટે મેં મારુ સુક્ષ્મ સ્વરુપ તારી સામે પ્રકટ કહ્યુ છે. હવે નક્કી તમારી કરવાનુ છે કે કુદરતને માન આપીને કુદરત સાથે જીવવુ છે કે તમારે તમારી રીતે જ જીવવુ છે.. નક્કી તમારે કરવાનુ છે કે બીજા જીવોની માફક બીજા સજીવોને નડ્યા વગર જીવવુ છે કે હાલ તમે જેમ જીવો છે એવી જ જીવન શૈલીથી જીવવુ છે. તમો વર્ષોથી બીજા જીવોને નડતા આવ્યા છો પણ જ્યારે 50 – 100 વર્ષે અમો તમને પરચો આપીએ છીએ તો પણ તમે સુધરતા નથી. તમે પથ્થર જેવા છો. થોડીકવાર અસર રહે પછી હતા એવાને એવા કોરા ધાકોર… સુધરી જાવ એજ તમારા અને સમગ્ર સજીવ અને કુદરતના હિતમાં છે. બાકી નામશેષ થતા વાર પણ નહી લાગે… અસ્તુ.. હવે તારે જે કરવુ હોય તે કર… મને મારી નાખવો હોય તો મારી નાખ..
મારી સેનિટાઇઝરની બોટલ હાથમાંથી પડી ગઇ. મને લાગ્યુ કે કોરોનાની વાત સાચી છે. મેં ફરી લારીના એ ખૂણા ઉપર જોયુ.. પણ મને ક્યાં કોરોના દેખાયો નહીં. પણ મારી નજર મારા હાથ પર પડી કોરોનો દાંત કાઢતો મારા હાથ ઉપર બેઠો હતો… હું ખુબ ગભરાઇ ગયો… કોરોના કોરોનાની બૂમો પાડવા લાગ્યો… નીચે વાંકા વળીને સેનિટાઇઝરની બોટલ શોધવા લાગ્યો…. પણ કોરોના તો મારા નાકમાં જતો રહ્યો…. હુ ખૂબ જ ગભારાઇ ગયો. પરેસેવે રેબઝેબ થઇ ગયો…. હાથપગ પછાડવા લાગ્યો…. કોરોના કોરાનોની બુમો પાડવા લાગ્યો…
પણ ત્યાં જ અવાજ આવ્યો.. હવે આમ ક્યાં સુધી સૂઇ રહેશો… હાથપગ પછાડ્યા વગર ઉભા થાવ… અને મારી આંખ ખૂલી ગઇ! નીંદ ઉડી ગઇ સ્વપ્ન ગાયબ થઇ ગયુ…
તમારી ઉંઘ ઉડી કે નહીં….! કુદરતી વાતાવરણ પાછુ લાવવાનુ કામ કોરોનાએ કહ્યુ છે હવે આપણે તેને સાજવવાનુ કામ કરવાનુ છે. નદીનુ પાણી વગર રુપિયા ખર્ચે શુધ્ધ થઇ ગયા છે. વાતાવરણ શુધ્ધ થઇ ગયુ છે. બીજુ તમે
કોમેન્ટમાં જરુર જણાવજો.
દીપક સોલંકી. તા. 1-5-2020
#virus #health #corona #coronavirus #COVID19
[spbsm-share-buttons]