(image:: From… Google image….)
સાંજનો સમય…
ટ્રાફિક ફૂલ હતો.
ટ્રાફિક વચ્ચેથી એક કુતરુ રસ્તો ક્રાસ કરવા ગયુ પણ તેમા તેને સફળતા ન મળતા એક લક્સર્યુસ કાર નીચે આવીને મરી ગયું.
ઘેર ગયો થોડાક દુખ સાથે ટીવી ચાલુ કર્યુ બાળકો અને પત્ની સાથે બેસીને ટીવી જોવા લાગ્યો રસ્તામાં બનેલી ઘટના ભૂલી ગયો.
(કુતરાને કુંટુંબ જેવુ હશે તો તેના ઘરમાં શુ થયુ હશે?)
સવારમાં પાછો ઓફિસ જવા નિકળ્યો…
એજ કુતરાને એક સજ્જન માણસ(જેને આપણે હલકી જાતીના ગણીએ છીએ) કોથળામાં નાખીને સાયકલ ઉપર લઇ જઇ રસ્તો સાફ કરી રહ્યા હતા..
પાછુ ગઇ કાલ સાંજનુ દ્રશ્ય નજર સામે આવી ગયુ…
એટલામાં એક લક્ઝુરીયસ કાર લઇને નીકળેલા વ્યક્તિએ બારીમાંથી થુકતા કહ્યુ…
“આવા કેટલાક સાયકલ લઇને રસ્તા વચ્ચે ઉભા રહી જતા હશે…હલકુ કામ કરનારા ક્યારેય ના સુધર્યા..?”