“શાકભાજી લાવી?” ,મે મારા વાઇફને પુછ્યુ.
હા, એક ડોશીમાં રસ્તામાં શાકભાજી લઇને બેસે છે તેમની પાસેથી સસ્તામાં મળી જાય છે.
સસ્તામાં? કેમ સસ્તામાં મેં પુછ્યુ.
હા,સસ્તામાં બીજે મોઘુ હોય છે પણ તેમની સાથે થોડી માથાકુટ કરુ તો મને બીજા કરતા સસ્થામાં આપી દે છે… મારા વાઇફે ખુશ થતા કહ્યુ.
હમમ., પણ તુ તેમની પાસેથી થોડુક મોંઘુ લાવે તો શુ ફેર પડે આપણને? મે તને ઉલટો સવાલ પુછ્યો.,
તે મારી સામે આશ્ચર્યથી જોઇ રહી અને કહ્યુ, ”તમે તો ખુશ થવાના બદલે મને વધુ પૈસા આપવા કહી રહ્યા છો?”
ના હુ વધારે પૈસા આપવા નથી કહી રહ્યો પણ તેની સાથે ભાવની રકઝક ન કરવા કહી રહ્યો છું.
“અરે ભાવ તો કરાવવો જ પડે ને ભાવ ન કરાવીએ તો આ લોકો લુટી લે આપણને” તેણે ગુસ્સો કરતા કહ્યુ.
મને મનમાં થયુ કે આ મારો ભાવ નહી સમજે.
થોડીવાર પછી મને કહે કે, “તમને ખબર છે ને કે આપણે દરરોજ રાત્રે જમીને ચાલવા જઇએ ત્યારે હુ કાઇકને કાઇક ખાવાનુ બહાર રસ્તા ઉપર સુતેલા લોકો માટે લઇ જાઉ છું.”
“હા તો એમા શુ થયુ?” તે સારી બાબત છે… અને તેના માટે હુ તને ક્યાં ના પાડુ છું…
હુ તને એ જ કહેવા માંગુ છું કે આપણે એક ડોશીમાં સાથે થોડીક રકઝક ન કરીએ તો તેને બે પૈસા મળે અને તેનુ ગુજરાન ચાલે, અને એવા થોડાક બે પાંચ રુપિયા તો ક્યાંય વાપરી નાખીએ છીએ.- મે તેને સમજાવતા કહ્યુ.
આ વાત ને થોડોક સમય વીતી ગયો. પછી તો એ વાત હુ પણ ભુલી ગયો.
પણ એક દિવસ અચાનક હું બેંકમાંથી આવતો હતો અને મારા વાઇફ તે બેંકની સામે જ બેઠેલા એક ડોશીમાં પાસેથી શાકભાજી લઇ રહી હતી.,
એક બાજુ સંતાઇને તેને જોવા લાગ્યો. હુ સમજી ગયો કે આ એ જ ડોશીમાં છે કે જેની પાસેથી તે દરરોજ શાકભાજી લે છે..
હું સંતાઇને તેની ગતીવિધી નિહાળી રહ્યો.
મેં જોયુ તો દોશીમાં તેને કહી રહ્યા હતા કે બેન તમને તો હિસાબ કરતા જ નથી આવડતુ તમે મારી સાથે શાકભાજીના ભાવ બાબતે કાયમ રકઝક કરતા હોવ છો અને દરરોજ મને 10-15 રુપિયા વધારે આપીને જતા રહો છો? લાગો છો તો ભણેલા ગણેલા અને દરરોજ 10-15 રુપિયાની ભુલથી વધારે આપીને જતા રહો છો… લો અત્યારે પણ તમે વધારે જ આપ્યા છે લો આ 20 રુપિયા પાછા… અને આગળના પણ તમે ભુલી ગયેલા તે રુપિયા મેં આ કોથળીમાં અલગ રાખ્યા છે ત્રણ ચાર દિવસના 80 રુપિયા ભેગા થયા છે એ પણ લેતા જાવ અને હવે બેન ધ્યાન રાખજો.
મારા વાઇફે 100 રુપિયા પાછા આપ્યા અને કહ્યુ માજી હુ તમારી પ્રમાણીકથાથી ખુશ થઇ છુ આ 100 રુપિયા તમે જ રાખો…
આટલુ જોઇને હુ ત્યાથી સરકી ગયો સાંજે ઘરો પહોચ્યો.
મેં મારા વાઇફને સવારે બધુ જોયેલુ તેની વાત કરી અને તુ તો ભણેલી છે કે અભણ તારા કરતા તો ડોશીમાં હિસાબમાં પાક્કા નિકળ્યા. પણ મને તે 100 રપિયા ન લીધા અને ડોશીમાંને પાછા આપ્યા તે બહુ ગમ્યુ… ડોશીમાની પ્રમાણીકતા પણ વખાણવા લાયક છે.
મારી વાઇફે મારુ સામુ જોઇને હસતા હસતા કહે સાચુ કહુ તો હુ ભાવની રકઝક કરીને મારા સ્ત્રી સહજ આનંદને માણુ છું અને જાણી જોઇને જ દરરોજ પૈસા વધારે આપતી હતી જેથી ડોશીમાંને પણ કાઇ ખોટ ન જાય. પણ ડોશીમાં પ્રમાણિક નિકળ્યા એટલે મને વધુ આનંદ થયો.
આ બધુ જાણીને માને મારા વાઇફ પ્રત્યેનુ માન વધી ગયુ. અને વળી પાછા અમે વધેલુ ખાવાનુ લઇને રોડ ઉપર બેઠેલુ કોઇ ભુખ્યુ મળી જાય તો આપવા અને જમ્યા પછી ચાલવા નિકળી ગયા… અમારા બંનેના મન આનંદથી તરબોળ હતા અને આ આનંદ પૈસા બચાવીને ક્યારેય ન મળ્યો હોત કે આ આનંદ રુપિયા આપતા પણ અમો ક્યાયથી ન ખરીદી શક્યા હોત…..
લી. દીપક સોલંકી. 01-02-2018….