મહિલા દિવસની શુભકામના મુકવાનો કોઇ જ અધિકાર નથી…..
- કારણકે આપણે એને સામાન્ય જીવનમાં હજુ પણ પુરુષ સમોવડી ગણતો નથી.
- ઘરનુ કામ તો બૈરાનુ જ એવુ માને છે.
- ઘરની મહિલાના પુરુષ મિત્રો બને તે ગમતું નથી.
- બસમાં મહિલા ઉભી હોય અને તેને સીટ આપવા માટે હુ ઉભા થતો નથી.
- ભીડભાડમાં મહિલાઓને કોઇના કોઇ બહાને અડવાનો ચાન્સ મુકતા નથી.
- મદદના નામે શોષણ કરવાની ઇચ્છાઓ મનમાં રહેલી હોય છે.
- ફેસબુકમાં ઇનબોક્સમાં મેસેજ કરીને લાઇન મારવાનો ચાન્સ દરરોજ ઉઠાવતા હોય છે.
- અને સૌથી મોટુ બળત્કારના કિસ્સા હજુ પણ બનતા જ જાય છે.
- કોઇની અંગત પળોનો વિડિયો હાથમાં આવી જાય તો તે સ્ત્રીનુ સન્માન દાખવીને વિડિયો ડીલીટ કરવાના બદલે વાઇરલ કરવાનુ આપણું માઇન્ડ ચેન્જ નથી..
- ગાંડી પાગલ સ્ત્રીને પ્રેગનન્ટ થતી જોઇ છે.
મહિલા દિવસનુ માન એક દિવસ પુરતુ નહીં પણ કાયમ રાખી શકીએ તે દિવસે મહિલા દિવસ ઉજવવાની જરુર જ નહીં પડે…. કેમ કે આપણે પુરુષ દિવસ ઉજવતા નથી…. – દીપક સોલંકી. અમદાવાદ. 8-3-2019