થોડું હસી લઈશું… ?
તમારું ધ્યાન આ બાબત પર ગયું ?
બટાકાને કાપ્યા પછી ધોવામાં આવે છે,
અને ભીંડા અને ટામેટાંને કાપ્યા પહેલાં ધોવામાં આવે છે.
________________________________________________________________________________
સંસારમાં કંઈ નથી રાખ્યું મારા ભાઈ,
જે કંઈ રાખ્યું છે એ ફ્રીજમાં રાખ્યું છે,
એટલે ખાઓ પીઓ અને મજા કરો.
________________________________________________________________________________
સમગ્ર વિશ્વમાં એકતરફી પ્રેમ વાળાને
જો અલગ કરવામાં આવે તો
એમનો એક અલગ દેશ બની જાય
અને તેમનું રાષ્ટ્રગીત હોયઃ
તું પ્યાર હૈં કિસી ઔંર કા,
તુઝે ચાહતા કોઈ ઔંર હૈં
________________________________________________________________________________
હું સવારે વહેલો ઊઠીને ક્યારેય
ફરવા જતો નથી કારણ કે
જો પૃથ્વી પોતે જ ફરી રહી હોય
તો હું ફરવાનું કષ્ટ શું કામ લઉં ?
________________________________________________________________________________
બોલો તમને આની ખબર હતી ?
ધડકન માત્ર પ્રેમમાં જ તેજ થાય છે એવું નથી,
તમે સીડી ચડો-ઉતરો તો પણ એવું થાય છે.
________________________________________________________________________________
કેટલાક લોકો લગ્નમાં કેરીના રસના આઠ દસ
વાટકા ખાઈ જાય અને પછી એવું કહે કે
પપૈયાનો રસ મિક્સ હોય એવું લાગ્યું.
________________________________________________________________________________
દરેક જ્ઞાતિ અને બૃહદ પરિવારમાં એક એવી
વ્યક્તિ તો હોય જ છે તે બધાને અંદર-અંદર
લડાવીને પછી એમ કહે કે
મારી તો એક જ ઈચ્છા છે કે બધા હળીમળીને રહે.
________________________________________________________________________________
તમે આ વિશે ક્યારેય વિચાર્યું ?
પતિ અને પત્નીની હાલત પણ ચેસ જેવી જ છે.
રાણી મન ફાવે એમ ચાલે અને જેટલું ચાલવું એટલું ચાલે,
પણ રાજા એક ડગલું ચાલે અને એ પણ
પોતાનો જીવ બચાવવા.
________________________________________________________________________________
કેટલાક સંવાદો એવા હોય છે કે એ શું કહેવા માગે છે એની ખબર જ ના પડે.
જેમ કેઃ કંઈ કામ હોય તો કહેજો..
પહેલા કહેવું હતું ને..
જમવાનું કરીને જ આવું હતું ને..
રોકાવાય એ રીતે આવજો ફરીથી..
તમારા જેવા ભગવાનના માણસને..
આપણું ઘર હતું તો ખરું..
તમે તો મોટા માણસ કહેવાય..
હા ચોક્કસ જલ્દી મળીએ..
તમારો તો હક બને છે..
એમાં શું એ તો એમની ફરજ છે..
અમે આખી જિંદગી ઘણું કર્યું..
ઓળખો છો કે ભૂલી ગયા..
એકબીજાની સામે આવા સંવાદ
કરતા લોકો કોણ કોને બનાવે છે તેની ખબર જ ના પડે
________________________________________________________________________________
પુરુષ ગમે તેટલો બહાદુર અને સાહસિક હોય, પણ
1500 રૂપિયાની કોઈ વસ્તુ દોઢસો રૂપિયામાં માગવાની હિંમત તો ફક્ત મહિલાઓ જ કરી શકે
________________________________________________________________________________
આને ઘોર કળિયુગ ના કહેવાય ?
અહીં ઘણી બધી ભીડ હોય એને રસ કહે છે અને
ભીડમાંથી જો કોઈ પસંદ આવી જાય તો એને ક્રશ કહે છે
________________________________________________________________________________
તમે અલ્પાહાર શબ્દ તો જાણીતો છે સાંભળ્યો હશે, પરંતુ એક નવો શબ્દ સાંભળ્યો છે ?
ચાલો તમે એને વાક્યમાં જ જોઈ લોઃ
આજે હું રાત્રે મોડો આવીશ એક મિત્રને ત્યાં આલ્કોહાર કરવા જવાનું છે.
________________________________________________________________________________
શિક્ષકે પૂછ્યું : એવી જગ્યા કઈ કે જ્યાં ઘણા બધા હોય છતાં એકલવાયું લાગે?
વિદ્યાર્થી : પરીક્ષા-ખંડ.
________________________________________________________________________________
‘પ્રવાહ સાથે તો બધા જતા હોય છે, પ્રવાહની વિરુદ્ધ જાય તે જીવનમાં કંઈક બને’..
હું હજી આટલું ટ્રાફિક પોલીસને સમજાવું એની પહેલાં તો એણે મેમો આપી દીધો.
________________________________________________________________________________
જો તમે લાલ પાણીમાં પીળી ટોપી નાખો તો શું થાય?
ટોપી ભીની થાય.
________________________________________________________________________________
દુનિયામાં એવી કઈ વસ્તુ છે કે જે કામ ના કરે ત્યારે તેની પીઠ થાબડવામાં આવે છે.?
: રીમોર્ટ કંટ્રોલ.
________________________________________________________________________________
ખાખરા એ બીજું કાંઈ જ નથી પણ
રોટલીની અગ્નિપરીક્ષા છે.
*****
પિતા : બેટા આજ સુધી તે એવું કોઈ કામ કર્યું છે જેનાથી મારું માથું ઊંચું થાય?
પુત્ર : હા એક વાર તમારા માથા નીચે ઓશિકું મેં મૂકી આપ્યું હતું.
________________________________________________________________________________
ટિકિટ ચેકરે પપ્પુને બસમાં વગર ટિકિટે પકડ્યો અને ટિકિટ ના લેવાનું કારણ પૂછ્યું.
પપ્પુએ બસમાં જ લખેલી સૂચના બતાવી.’ કોઈ અજાણ્યા માણસ પાસેથી કશું લેવું નહીં.’
________________________________________________________________________________
જેનું address એક અને dress અનેક તે સંસારી.
જેનો dress એક અને address અનેક તે સાધુ.
________________________________________________________________________________
અધૂરાં સપનાં પૂરા કરવા શું કરવું જોઈએ? જવાબ : ફરીથી સૂઈ જવું જોઈએ.
________________________________________________________________________________
ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? જમીન પર.
________________________________________________________________________________
એક માજી તેના પૌત્રને આશીર્વાદ આપતાં હતાં. બેટા એવાં કામ કરજે કે
લોકો તને ‘ટીવી’માં જુએ, ‘સી.સી.ટી.વી’માં નહીં.
________________________________________________________________________________
ઘરમાં પોતું થતું હોય ત્યારે અમુક લોકો એ રીતે પગ મુકતા મૂકતા નીકળે છે કે જાણે નકસલવાદીઓએ સુરંગ પાથરી હોય.
________________________________________________________________________________
અગરબત્તી બે પ્રકારની હોય છે.
એક ભગવાન માટે અને બીજી મચ્છર માટે.
તકલીફ એ છે ભગવાન આવતા નથી અને મચ્છર જતાં નથી.