મને ખબર નથી પડતી કે હું ભગવાનમાં માનુ છું કે નહી…પણ…
- મને રખડતી ગયોને પૂળો ખવડાવવાથી પૂન્ય કમાવાની ઇચ્છા નથી થતી.. પણ રખડતી ગયો જોઇને તેના માલિક પ્રત્યે ગુસ્સો જરુર ચડે છે. ઘરમાંથી શાકભાજી કે અન્ય પશુ ખાઇ શકે તેવો ખોરાક કચરા પેટીમાં ન ફેકતા કુતરા કે પશુઓ ખાય તો તે ગમે છે…
- સવાર સવારમાં નાહી ધોઇને દર્શન કરવા જવાનો વિચાર નથી આવતો.. મંદિરે દેવ દર્શન કરવા જતો નથી. પરંતુ મંદિર મંસ્જિદના સવાર સવારના શોરથી નાના બાળકો, બીમાર વ્યક્તિ, અને પરિક્ષા આપતા બાળકોના પડતી ખલેલ મને અંતરમાં ક્યાંક ખૂચે છે…. પણ મને તો એ વિચાર આવે છે કે આપણે ઘરમાં બાળકના બકવાસથી કે અન્ય ઘોઘાંટથી કંટાળી જઇએ છીએ તો ભગવાન આખો દિવસ ખંટનાંદ, આરતી, લાઉડસ્પિકરના અવાજથી કંટાળતો નહી હોય…
- મંદિરોમાં દાન કરતો નથી પણ… કોઇ રસ્તે જતાં ગરીબ કે જરુરીયાત મંદ નાનો મોટો ધંધો કરીને કમાવાનો પ્રય્તન કરતા હોય તેમની પાસેથી ન જરુર હોવા છતાં વસ્તુ ખરીદીને પૈસાનો બગાડ જરુર કરુ છું…
- મંદિર બહાર બેઢેલા ભિખારીનેદાન કરતા અટકાવ છું પણ…. વૃધ્ધ , અંધ, કે જરુરીયાત લાગતી વ્યક્તિને પૈસા આપવામાં મને સંકોચ નથી થતો….
- મને ધાર્મિક ગુરુઓને પગે લાગવાનુ મન નથી થતુ પણ…. જીવનમાં સાચુ માર્ગદર્શન વગર કોઇ પૈસા કે સ્વાર્થની આશા રાખ્યા વગર આપ્યુ હોય તેનો ઉપકાર નથી ભુલતો.
- મંદિરમાં ભગવાન રહે છે એ વાત ગળે નથી ઉતરતી ….
- ઘરને ચોખ્ખુ ચણાક રાખનારા લોકો મંદિર કે જાહેર સ્થળોએ કચરો નાખતા જોઇને મન અકળામણ અનુભવે છે.. એમાય ખાસ કરીને હિનદુ મંદિરો (જૈન,, સ્વામિનારાણના મંદિરો બાદ કરતા) મોટા ભાગે લોકોએ કરેલી ગંદકીથી ઉભરાતા જોવા મળે છે. મંદિરમાં આવેલા દાનનો ઉપયોગ સ્વસ્છતા પાછળ પણ નથી થતો એ જાણીને દુખ થાય છે.
- કોઇ માતા-પિતા પોતાના સંતાનને દુખી જોઇ શકાત નથી પછી ભલે તે સંતાનો તેમનુ કહ્યુ કરતા હોય યા નહી… તો પછી ભગવાન શા માટે ભક્તને કષ્ટ સહન કરવા કહે?.. બાધા માનતા જેવા સોદા ભગવાન તો ન કરે….
- ગંગાને પવિત્ર નદી માનીને તેની પૂજા અર્ચના કરતો નથી પણ… હુ તેને પ્રદુષીત થતી બચાવુ છું….
- નદીઓના પવિત્ર(?) જળ આચમન કરવા કરતા હુ આર.ઓ. નુ કે ઉકાળેલુ ઘરનુ પાણી પીવાનુ પસંદ કરુ છું.
- ભગવાનને ફૂલો ચડાવતો નથી પણ છોડ પર રહેલા ભગવાનને નહી ચડેલા ફૂલોની સુંદરતા જોઇને મારુ મન હરખાય છે…
- હુ ધાર્મિક નથી તો પણ સૌ પ્રથમ મારો ભારતિય હોવાના ધર્મને હુ ભૂલતો નથી.
- જે સાઇબાબા આખી જિંદગી ગરીબીમાં રહ્યા તેના સ્થાને આજે અબજો રૃપિયા ચડતા જોઇને સાંઇબાબા ખૂશ થતા હશે? બાબા વિચારતા હશે કે કાશ મારી પાસે આ ધન હોત તો હું કોઇને ગરીબ ના રહેવા દેત પણ આ ધન પાછળતો ફક્ત મારુ નામ જ છે….
- દેશના લાખો લોકો ગરીબીમાં ડુબેલા છે-દેશ દેવામાં ડુબેલો છે ત્યારે મંદિરોમાં વણવપરાઇ રહેલા અબજો ખર્વો રૃપિયા પડ્યા રહ્યાનુ મને દુખ છે…
- ધર્મના નામે હાકલ પડતા લોકો એક થઇ જાય છે પણ ભ્રષ્ટાચાર કે દેશના પ્રાણ પ્રશ્નો માટે લોકો પાસે સમય નથી તેનુ દુખ છે.
- ભગવાનને નામે ચડાતી અબોલ પશુઓની બલીઓ જોઇ ભગવાન શુ વિચારતો હશે…
- અને આ લીસ્ટ ખૂબ જ લાંબુ હોવાથી અહી અટકાવુ છું… પણ…
- · ધર્મના નામે લાખો લોકેને દેશમાં રોજગારી મળે છે તેનો આનંદ છે.
- · ધર્મના નામે તો લોકો એક થાય છે તનો આનંદ છે.
- · ભગવાનની બીકે કેટલાય ખોટા કામ કરતા લોકો અટકતા હશે તેનો આનંદ છે.