મારી રચનાનો મારા માથે હાથ ફરી રહ્યો છે., મારો પુત્ર રચનાને પુછી રહ્યો છે કે મમ્મી પપ્પાને શું થયુ છે.
“કાંઇ નહીં બેટા પપ્પા થાકી ગયા છે એટલે સુતા છે”, આંખના ખુણામાં આવેલા આસું લુછીને એ શ્રેયુને પોતાના ખાળામાં લઇ લેતા કહી રહી છે. હું સાંભળી રહ્યો છું.
“કશુ નથી થયુ” એમ બોલાવા માંગુ છું પણ મારા હોઠ ફક્ત ફફડીને રહી ગયા.
ફફડતા હોઠને જોઇને રચનાએ ગંગાબાએ લાવેલુ કેટલાય વર્ષનુ પડી રહેલુ ગંગા જળ મારા મોમાં મુકવાને બદલે એક્વાગાર્ડના સુધ્ધ પાણીની ચમચી મારા હોઠે અડાડી, હુ ખુશ થઇ ગયો…. મારી ધાર્મિક બાબતોની વાતો રચનાએ તેના આચરણમાં ઉતારી છે તે હુ છેલ્લા શ્વાસ લેતા લેતા જોઇ રહ્યો.
પપ્પાને અને મમ્મીને મારી કેટલી ચિંતા છે એ આજે ખબર પડી, તેમનો મારા પ્રત્યેનો અનહદ પ્રેમથી હું ભીંજાઇ રહ્યો હતો. મમ્મી વારંવાર મારા ગાલે પપ્પી કરતી, સતત મારા વાળમાં ફરતો તેનો હાથમાંથી એટલો પ્રેમ મળી રહ્યો હતો કે આજે મોતની ઘડી પણ મને રળીયામણી લાગી રહી હતી. મમ્મી મારા ચહેરો જોઇને એક ખૂણામાં જતી રહી હુ સમજી ગયો કે એ મારા મૃત્યુવેળાને જોઇ નથી શકતી, પપ્પાતો ક્યારનાય ડોક્ટરની પાછળ પાછળ આટાં મારી રહ્યા હતાં કોઇ ચમત્કાર થાય અને ડોક્ટર બોલી દે કે હવે તમારા દીપકનો દીપક બુજાશે નહીં! તેમની તો મારી સામે આવવાની હિંમત જ નહોતી થઇ રહી કેમ કે તેઓ જાણતા હતો કે જો તે મને જોઇ લેશે તો મહા પરાણે રોકી રાખેલા આંશુનો દરીયો ચોમેર ફેલાઇ જશે જેમા ઘરના સર્વે ડુબી જશે.. ઘરનાને બચાવવા માટે આંશુઓને મનમાંજ દબાવી રહ્યા હતા
બાજુમાંથી આવેલા મંગુ ડોશી બોલ્યા કે મરણ પથારીએ પડ્યો છે પણ ચહેરાની ચમક તો એવીને એવી છે… આ સાંભળને મારા મનને શાંતી વળી.
હુ શરીરની બહાર નીકળવા માંગુ છું પણ મારો ટેણીયા અને મારી પત્નિના હાથ શરીરને અડેલા છે જે એક બંધનનુ કામ કરી રહ્યા છે.
સવારનુ પ્રભાત પડે એ પહેલા હુ જોઉ છું કે મારી આસપાસના તમામ બેઠા બેઠા જ સુઇ ગયા છે. મારા બાળક તેની મમ્મીના ખોળામાં જ સુઇ ગયા છે. મારા પત્નીનો હાથ મારા હાથમાં છે. વાતાવરણ શાંત છે. મારી રચનાનો હાથ એક જોકુ આવતા શરકી ગયો. હુ સર્વે બંધનોથી મુક્ત થઇને જાણે કે આઝાદ થઇ ગયો. એક ક્ષણ વીતી શરીરમાં એક આચકો આવ્યો. આ આંચકા સાથે જ હુ થોડો ઉપર ચડી ગયો મારી નજર સામે મારુ શરીર પડ્યુ છે. રચના ઝબકીને જાગી જાય છે. મારા હાથને પકડીને શરીરની ગરમી અને ધબકાર મહેસુસ કરવા પ્રયત્ન કરી રહી છે. પણ જાણે કે તેને તેમા નિષ્ફળતા મળી રહી હોય તેમ બાઘી બનેને મને જોઇ રહી.
“ડૉક્ટર” – એવી ચીસ તેના મોંમાંથી નિકળી ગઇ. હું તેને દુખી થતો નિહાળી રહ્યો છું. તેને છાની રાખવા નીચે આવવા પ્રયત્ન કરુ છું પણ હુ નીચે આવી નથી શકતો છતના મથાળે હુ લટકી રહ્યો છું હુ ખુબ જ ખુશી અનુભવી રહ્યો છું. શરીરનુ બંધન નીકળી ગયુ છે આ બંધન છુટતા જ કેટલુ સુખ છે તે હુ રચના સમક્ષ તેમજ સ્વજનો સમક્ષ રજુ કરવા તલપાપડ છું પણ હુ જોઇ રહ્યો છું કે રચનાની ચીસ સાંભળતા જ ડૉક્ટર દોડી આવે છે. પપ્પા અને મમ્મી પણ દોડી આવે છે. ડૉક્ટર નિરાશ ચહેરે કહી રહ્યા છે કે અમો આપના દીપકને બચાવી ન શક્યા… હું ઉપરથી કહી રહ્યો છું કે ડૉક્ટર આવુ ન બોલો હુ અહીં જ છું હજુ મને કશુ જ થયુ નથી… હુ સુખી છું. શરીરના દુખોથી પર થઇ ગયો છું. પણ મારો અવાજ નીચે લોકો સુધી પહોંચતો ન હોય તેમ બધાએ રડવાનુ ચાલુ કર્યુ. હું સુખી હોવા છતાં દુઃખી એવા સ્વજનનો તેમાય રચના, મમ્મી પપ્પા અને નાસમજ એવા મારા પુત્રને રડતા જોઇ હુ વિચારી રહ્યો કે લોકો કેટલા નાદાન છે મારા શરીરને જ સર્વસ્વ સમજી રહ્યા છે મારી હયાતીને તેઓ અવગણી રહ્યા છે.… સ્વજનોએ બધાને છાના રાખ્યા… પાણી આપીને સૌ શાંત કર્યા. હુ તેમની લાગણીને અનુભવી શકતો નથી. તેઓ શા માટે દુખી છે એ જ સમજાતુ નથી. શરીરથી છુટા પડ્યા પછીનુ સુખ મારે લોકોને જણાવવુ છે પણ હુ કાંઇ જ કરી શકતો નથી. હુ નીચે આવવાની નિષ્ફળ કોશિષ કરી રહ્યો છું. મારા પુત્રને સ્વજનો દુર લઇ ગયો તે રમતો થઇ ગયો તે જોઇને ધીમે ધીમે હુ આકાશ તરફ ઉપરને ઉપર જવા પ્રયત્ન કરતો હોય અને નીચેનુ દ્શ્ય એક સ્વપ્ન હોય તેવુ અનુભવવા લાગ્યો. યાદો અને દ્ષ્ટિ ધુંધળી થવા લાગી.. સ્વજનો મારા શરીરને લઇ જઇને અગ્નિ સંસ્કાર આપી રહ્યાનુ છેલ્લુ દ્ષ્ય જ યાદ રહ્યુ. ત્યારબાદ એક સ્વપ્ન જેમ સવારે ઉઠતાની સાથે જ ભુલાઇ જાય તેમ બધુ જ ધીમે ધીમે ભુલાઇ ગયું. મારી આજુબાજુની દુનિયા જ બદલાઇ ગઇ. મને સમજાઇ ગયુ કે હુ ફક્ત જીવ છું.. આત્મા છું. અને મારી આસપાસ મારી જેવી અસંખ્ય આત્માઓ છે અમો સૌ અલોકિક દુનિયાની સફરે નિકળ્યા છીએ. હવે હુ શુ હતો એ પણ ભુલી ગયો છું… અમારામાંથી કેટલાક આત્મા નવો જન્મલેવા પાછા પૃથ્વિપર જતા હોય તેવુ દ્શ્ય અહીં સામાન્ય છે. અમારી સફર ચાલુ છે…
અચાનક રચનાએ મને હલબલાવી નાખ્યો…. ક્યારના સુઇ રહ્યા છો ઓફિસ નથી જવાનું ? હું જબકીને જાગી ગયો. ના… આજે ઓફિસમાં રજા છે અને એક મિનિટ જલ્દી કમ્પ્યૂટર ચાલુ કરીને તમે લોકો બહાર જાવ મને જરાય ડિસ્ટર્બ ન કરતા મારે મારો અલૌકિક અનુભવ કમ્પ્યૂટરમાં ટાઇપ કરવો છે એ પુરુ થાય પછી હુ રુમમાંથી બહાર આવુ છું.
ઉપરોક્ત અનુભવ લખીને હુ બહાર આવ્યો… ચા પીને રીલેક્સ થયો… જાણે કે શરીર અને આત્માના રહશ્યને જાણી લીધા હોય તેવો અદભુત અનુભવ થયો. રચના મારા પુલકિત ચહેરાને નિહાળી રહી મારા શરીર અને મો ઉપરની અદભુત રેખાઓ જોઇને કહે તમને આજે સરસ ઉંઘ આવી લાગે છે.. ખૂબ જ પ્રફૂલ્લિત દેખાવ છો.. મેં કહ્ય હા આજ હુ ખુબ જ ખુશ છું.
—- દીપક સોલંકી “અવિચારી” …12-8-2019