કાંકરિયાની પાળેથી…
હુ આજે રાત્રે ખેતરમાં ગયો ત્યાં મેં એક ચાડિયો જોયો… ચાડીયો મને આશ્રયચકિત ચહેરે જોઇ રહ્યો હતો…
મેં કહ્યુ, “શું થયુ ચાડિયાભાઇ? કેમ આમ બાઘાની જેમ જોઇ રહ્યા છો?”
“અરે તને મારી બીક નથી લાગતી?”, ચાડિયાએ અચરજ નજરે માને કહ્યુ.
મેં કહ્યુ, “તારી અને મને બીક લાગે? તારામાં ક્યાં જીવ છે? અરે તને તો અમે જ બનાવ્યો છે. તારી અને થોડીના બીક લાગે?”
“અરે પણ ખેતરમાં આવતા પશુ, પક્ષી એટલે સુધી કે જંગલી જાનવરો પણ મને જોઇને ડરી જાય છે?” ચાડીયાએ કહ્યુ.
“એ તો એમને ખબર ન હોય ને કે તુ નકલી છે એટલે” મે ચાડિયાને સમજવાતા કહ્યુ.
ચાડીયાએ અહોભાવથી મારી સામે જોઇને કહે, “તો શુ તને ખબર છે કે હુ નકલી છું?”
“હા જ તો તને તો માણસે બનાવ્યો છે તારામાં જીવ નથી અને અમે જ તને બનાવ્યો હોય તો પછી તારી બીક અમને શા માટે લાગે.. એ તો પશુ પક્ષીને સમજણ ન પડે એટલે તારાથી ડરે, અમને બધી ખબર પડે એટલે અમે ના ડરીયે? મે તેને સમજાવતા કહ્યુ.
“તો પછી તમે ભગવાનની મૂર્તિ બનાવો છો તો એનાથી કેમ ડરો છો? એને તો તમે જીવીત હોય તેવી રીતે આગતા સાગતા કરો છો. ખાવાનુ આપો છો નવા નવા વસ્ત્રો પહેરાવો છો… મને એ નથી સમજાતુ કે તમે મને બનાવો તો પશુ પક્ષી મારાથી ડરે પણ ભગવાનને બનાવો તો એનાથી પશુ પક્ષી ન ડરે અને તમે ડરો છો… આવુ કેમ? ચાડિયાએ ગુચવાતા મને સવાલ કર્યો.
મેં કહ્યુ, “ચાડિયાભાઇ તને બનાવીએ ત્યારે અમે તારામાં અમારી એટલે કે માણસની પ્રતિકૃતિ બનાવીએ છીએ અને માણસ પશુ પક્ષી સાથે કેવુ વર્તન કરે છે તે તો તુ જાણે જ છે? એટલે તારામાં પશુ પક્ષીઓ અમારુ રુપ જુએ છે એટલે તારાથી ડરે છે.. જ્યારે ભગવાનની મૂર્તિમાં રહેલો ચહેરો પશુ પક્ષીએ ક્યારેય જોયો નથી ભગવાન ખરાબ હોય તેવુ પશુ પક્ષી માનતા નથી એટલે ભગવાનની મૂર્તિથી તેમને ડર નથી લાગતો તે જોયુ હોય તો ભગવનના મંદિરમાં પણ કબુતર જેવુ ડરપોક પક્ષી પણ આરામથી માળો બાંધીને રહે છે…”
માણસ એટલો ખરાબ કેમ છે? માણસ એવો ક્યારે બનશે કે તેનાથી પશુ પક્ષીને બીક ન લાગે…..
ચાડિયાના છેલ્લા પ્રશ્નનો જવાબ આપુ તે પહેલા જ મારી આંખ ઉઘડી ગઇ. ખેતરમાં ફરતા ફરતા સીધો જ હુ ખાટલામાં આવી પડ્યો… સવારના 4ઃ30 થઇ ગયો હતા. ફ્રેશ થઇને હુ કાંકરિયા મોર્નિંગ વોક કરવા નિકળી પડ્યો… કાંકરિયાની પાળે બેઠેલા કાગડા, કુતરા આકાશમાં ઉડતા પક્ષીઓ જાણે કે મારા મિત્રો હોય એવી લાગણી થઇ રહી હતી. ત્યાં બાજુમાં પ્રાણીસંગ્રાહલયનો ગેટ આવ્યો…. હુ સમજી ગયો કે પ્રાણીઓ શા માટે ચાડીયાથી ડરે છે… ચાડિયાથી નહી પણ તે માણસથી ડરે છે…. ડરે જ ને…. પ્રાણીસંગ્રહાલયમાં પુરાવાની બીક લાગતી હશે!….
લી. દીપક સોલંકી – #lifemyview, #kankaria #morningWalk